‘તાંડવ’ અભિનેતા ઝીશાન અયુબનો જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, શાહીન બાગ વિશે આવું કહ્યું હતું

Spread the love

બોલિવૂડ એક્ટર ઝીશાન અયુબ હાલમાં વૅબ સિરીઝ તાંડવને લઇને ચર્ચામાં છે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની ડેબ્યુ વૅબ સિરીઝ તાંડવમાં ઝીશાનનો એક ડાયલોગ છે જેના કારણે ઝીશાન અને વૅબ સિરીઝની ચારે તરફ આલોચના થઇ રહી છે. ઝીશાનનો એક જૂનો વીડિયો આગની જેમ ફેલાઇ રહ્યો છે.

પત્રકાર સ્વાતી ગોયલ શર્મા એ તેના ટ્વિટર હેન્ડલ પર થી ઝીશાન અયુબનો એક વિડિઓ શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું, ‘આ વ્યક્તિએ આ પ્રચાર વીડિયોમાં તાંડવના તમામ એપિસોડ કરતા વધુ સારૂ પ્રદર્શન આપ્યું છે’.

ઝીશાને શું કહ્યું 
આ વીડિયોમાં ઝીશાન કહી રહ્યો છે કે, મારી આ અપીલ જામિયા અને ઓખલાના લોકો માટે છે. જેટલા પણ લોકો બની શકે તેટલા શાહીનબાગ પર રહો. ત્યાં બે બસ જોવા મળી છે જેના અંદર પોલિસના લોકો છે અને કદાચ પેરામિલીટ્રીના લોકો પણ છે. ઘણા બધા લોકો ત્યાં જોવા મળ્યા છે અને બેરિકેટ હટાવવામાં આવ્યા છે. તમે જેટલા બની શકે તેટલી વધારે માત્રામાં ત્યાં ભેગા થાઓ. આ લોકો શાહીનબાગ પર હુમલો કરશે કારણકે તે એક સિંબલ બની ગયુ છે અને તેને ખત્મ કરવા માંગે છે. આ લોકો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે અને ઘણા બધા લોકો હશે તો તે કંઇ જ નહી કરી શકે. 

લોકોને એકઠા થવા કરી અપીલ 
ઝીશાન આગળ કહે છે કે, તમે જે પણ કામ કરી રહ્યાં છો તે છોડો અને પ્લીઝ શાહીનબાગ પર પહોંચો, ખાસ કરીને જામિયા અને ઓખલાના લોકો. બાકીના લોકો જેએનયુના દરવાજે પહોંચો, આ લોકો બધાના ઘરમાં ઘૂસી રહ્યાં છે. દિલ્હીના લોકો જેએનયુ પહોંચો. 

વેબ સિરીઝના પહેલા એપિસોડમાં ઝીશાન અયુબનો ડાયલોગ

જણાવી દઈએ કે વેબ સિરીઝ ‘તાંડવ’ ના પહેલા એપિસોડમાં, એવું બતાવવામાં આવ્યું છે કે ઝીશાન અયુબ યુનિવર્સિટીના કાર્યમાં ભગવાન શિવની ભૂમિકા નિભાવી રહ્યો છે. પણ તેમનો ગેટઅપ શિવ જેવો નથી. દરમિયાન, બીજો એક કલાકાર નારાદ ના વેશમાં કહે છે, ‘નારાયણ-નારાયણ. ભોલે નાથ … ભગવાન … ભગવાન …રામજીના આ અનુયાયીઓ સોશિયલ મીડિયા પર સતત વધી રહ્યા છે. મને લાગે છે કે આપણે કેટલીક નવી સોશિયલ મીડિયા વ્યૂહરચના ઘડવી જોઈએ. તેનાપર ઝીશાન અયુબ કહે છે. હું શું કરું નવો ફોટો ઉપલોડ કરું ? તેના પસી નારદ ના વેશ માં કલાકાર કહે છે. ‘ભોલેનાથ, તમે બહુ ભોળા છો. કંઈક નવું કરો કંઈક નવું ટ્વીટ કરો. કેટલાક સનસનાટીભર્યા, કેટલાક જ્વલનશીલ શોલા. જેમ કે , કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ દેશદ્રોહી બની ગયા છે અને સ્વતંત્રતા સ્વતંત્રતાના નારા લગાવી રહ્યા છે. ઝીશાન અયુબ કહે છે, ‘સ્વતંત્રતા અને પછી બીપનો અવાજ આવે છે.