અરે બાપ રે ! રાખી સાવંતે પતિ સાથે છુટેછેડા લેવાની કરી દીધી વાત, અભિનવની બીજી પત્ની બનવા માંગે છે

Spread the love

રાખી, સોનાલી ફોગાટ, અભિનવ શુક્લા અને રૂબીના દિલાક બગીચામાં બેઠા છે. રાખી તેના પતિ વિશે વાત કરે છે. રાખી સાવંત તેના પતિને કહે છે કે, જા તું તલાક આપવા માંગે છે આપી દે જા. અમે તારાથી ડરતા નથી. તે દોઢ વર્ષથી અહીં આવ્યો નથી. રાખી સાવંતની આ વાતોએ અભિનવ, સોનાલી અને રૂબીના ત્રણેયને આશ્ચર્યચકિત કર્યા હતા. અભિનવ રાખીની આ બાબતે ચોંકી ઉઠ્યો હતો અને તેના પતિ ન આવવાનું કારણ પૂછે છે. રાખી કારણ જણાવતી નથી પરંતુ તે તેના લગ્ન જીવનની વાર્તા કહેવા માંડે છે.

રાખીએ કહ્યું કે, મેં તેને ત્રણ વાર ફોન કર્યો, તે લગ્ન કરવા આવ્યો નહીં. ચાર વાર મેહંદી લગાવી પણ તે આવ્યો નહીં. હસબન્ડ માટે મારા દિલમાં કોઈ ઘંટી વાગી જ નથી. રાખી આગળ કહે છે – સંબંધ શોધવા મારે ક્યાં જવું. જો હું એકલી હોઉં તો મારે સાથીની જરૂર છે હું આ બધું મીડિયામાં લાવવા માંગતી ન હતી. આટલું કહીને તે રડવા લાગે છે.

હવે રાખીના પતિ રિતેશ અ પોતાના લગ્ન વિશેમાં આટલું કહેવા માત્ર મજાક હતી કે પછી સાચે જે તે દુઃખી છે પોતાના લગ્ન જીવથી એ તો હવે સમય જ બતાવશે. આ મામલામાં રાખી સાવંતની વાત બિગ બોસ સાથે પણ થાય છે. બિગ બોસની સામે રાખી રડતી રડતી કહે છે કે, હું ઈચ્છુ છું કે મારા પતિ એકવખત દરેકની સામે આવે. અહીંયા સુધી તો બરાબાર હતું પરંતુ હવે આગળ પોતાના એન્ટરટેઈનમેન્ટ વાળા મુડમાં ચાલી જાય છે. તે કહે છે કે, દરેકના પતિઓને જોઉ છું તો દિલમાં કંઈ થવા લાગે છે. એવું થાય કે રૂબીનાના પતિને ચોલી લઉં. જણાવી દઈએ કે, રાખીએ અભિનવ શુક્લા પ્રતિ પોતાના એક્ટ્રેશનનો ઉલ્લેખ પહેલા જ કર્યો હતો. તેણીએ શોમાં આવતા સમયે જ કીધુ હતું કે અભિનવ અને રૂબિના તેમને ગમતુ કપલ છે. તે તેની સાથે ક્યારે ઝઘડો નથી કરી શકતી. બિગ બોસની સાથે વાત  કરતા સમયે રાખી રૂબીનાની સૌતન બનવાની ઈચ્છા પણ જાહેર કરી દે છે.

રાખી સાવંત અભિનવ વિશે વાત કરતા કહે છે કે, તેમનું બોડી શાનદાર છે. હું તેને સંપૂર્ણ રીતે મારો બનાવવા માગુ છું. આગળ કોઈપણ ડાન્સ હોય હોય તો મને જ આપજો. તેમની પત્નિ રૂબીના તેમના માટે લડે છે. બીજી પત્ની રાખી સાવંત પણ લડશે. પોતાની વાતમાં ફેરફાર કરતા રાખી સાવંત કહે છે કે મતલબ કે તેની પત્ની તો ન બની પણ ગર્લફ્રેન્ડ તો છું ને.