April 13, 2021

મેચ પહેલાં શ્રીલંકા ટીમનો ઓલરાઉન્ડર રૂમમાં મહિલા સાથે મળી આવતા ખળભળાટ, હાથ ધરાઈ તપાસ

Spread the love

શ્રીલંકા ક્રિકેટે પોતાની રાષ્ટ્રીય ટીમના મેનેજરને એક નવોદિત ખેલાડી અને મેડિકલ સ્ટાફની મહિલા સભ્યના યૌન દૂરાચારના આરોપ અંગે તપાસ કરીને ઝડપથી રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. શ્રીલંકા ટીમનો એક યુવા સ્પીન બોલિંગ ઓલરાઉન્ડર હોટેલના પોતાના રૂમમાં મહિલા અધિકારી સાથે મળી આવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે. શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી રમી રહેલી ટીમના એક ખેલાડીએ મેડિકલ સ્ટાફની સભ્ય સાથે દુર્વ્યવ્હાર કર્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમે ટીમ મેનેજર અસાંથા ડી મેલ ને આ ઘટનાની તપાસ સોંપીને તેનો રિપોર્ટ આપવા કહ્યું છે.

શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ટીમના કોચ મીકી આર્થરે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટના બિલકુલ સંભવ નથી કેમ કે તમામ ખેલાડીઓ બાયો-બબલમાં રહે છે. જે ખેલાડી પર આરોપ લાગ્યા છે તે પ્રથમ ટેસ્ટ મેચ પણ રમ્યો હતો. જો કે આ મેચમાં શ્રીલંકન ટીમે સાત વિકેટથી કારમો પરાજય સહન કરવો પડ્યો હતો.