September 17, 2021

Spread the love

રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં એ બાબતે ચિંતા કરી રહી છે ત્યારે કોરોનાને કારણે લદાવામાં પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી છે. સૂત્રોના કહ્યા અનુસાર, ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ હટાવશે નહીં, પણ 26મી સુુધી રાત્રિના 9 કલાકથી શરૂ થાય છે એ રાત્રિના 10 કલાક સુધીનો થઇ શકે એમ સૂત્રો અનુસાર કહેવાયું છે. ઉપરાંત સ્વિમિંગ પૂલ ખૂલી શકે છે. આ બાબતે સરકાર બે-ચાર દિવસમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

રાજ્ય સરકારે 11 જૂનથી 26મી સવારે 6 કલાક સુધી વિવિધ નિયંત્રણો લાદ્યાવ્યા છે. આ નિયંત્રણોમાં હોટલ-રેસ્ટોરાંને સવારે 9થી સાંજે 7 કલાક સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે તેમજ ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી કરવાની મંજૂરી આપી છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 9થી સવારે 6 કલાક સુધીનો છે. કોરોના ફેલાવવામાં રાત્રિ બેઠકો અને રાત્રિ દરમિયાનની હલચલ માસ સ્પ્રેન્ડિંગ માટે વધારે જવાબદાર હોવાના તબીબોનાં મંતવ્યો સરકારને મળ્યાં હતાં, આથી જ્યાં સુધી ત્રીજી લહેર આવે નહીં ત્યાં સુધી રાત્રિ કર્ફયૂના કલાકો વધી ઘટી શકે, પણ કર્ફયૂમુકત રાત્રિ થાય એવા કોઇ અણસાર દેખાતા નથી.