April 13, 2021

કેજરીવાલ સુરતમાં બપોરે કાઠિયાવાડી ભોજન લેશે ?

Spread the love

સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ કરેલા શાનદાર દેખાવના પગલે રોડ શો માટે દિલ્હીથી સુરત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરના ઘરે કાઠિયાવાડી ભોજન લેશે.

અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ બપોરે આમ આદમી પાર્ટી (આપ) સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે જશે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (આપ)ના 24 કોર્પોરેટરો સાથે કાઠિયાવાડી ભોજન કરશે.