September 17, 2021

રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યના 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદા

Spread the love

કોરોના મહામારીના કારણે ઘો-10 અને માસ પ્રમોશન અપાયું છે ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ ઘો11માં પ્રવેશ મેળવશે પરંતું આ વર્ષે માસ પ્રમોશનના કારણે તમામ નિયમિત વિદ્યાર્થીઓનો પાસ કરી દેવામાં આવ્યા છે જેના કારણે ધો-11 પ્રવેશ મેળવવા માટેની સમસ્યા ઉભી જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરીને 60ના વર્ગમાં હવે 75 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.

જેથી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 6 લાખ વિદ્યાર્થીઓને ધો-11માં પ્રવેશ આપી શકાય તેવી વ્યવસ્થા કરાઈ પરંતું માસ પ્રમોશનના કારણે 8.60 લાખ વિદ્યાર્થીઓને પાસ કરાયા છે એટલે કે 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો પ્રશ્ન ઉભો હતો જેના સમસ્યાના ભાગ રૂપે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણઅધિકારીને પરિપત્ર મારફતે 60ના વર્ગમાં 75 વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપી છે. શૌક્ષણિક વર્ષ 2021-22, ધો-9 અને 11 તેમજ શૌક્ષણિક વર્ષ 2022-23માં ધો-10 અને 12 માટે આ મંજૂરી માન્ય રહેશે

ગુજરાત બોર્ડના ધો-12ના પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાના છે ત્યારે એ પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ કરાઈ દેવાઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભિયાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની માહિતી પુસ્તિકા તેમજ ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતીઓ પણ WWW.GSEB.ORG પર મુકવામાં આવી છે

બોર્ડની વેબસાઈટWWW.GSEB.ORG તથા gujcet.gseb.org પરથી પરીક્ષાના ઉમેદવારો ગુજકેટ-2021ની પરીક્ષાનું ફોર્મ 23 જૂનથી 30 જૂન 2021 સુધીમાં ઓનલાઈન ભરી શકશે એ માટે ઉમેદવારે રૂ.300 પરીક્ષા ફી ભરવાની રહેશે જેને ઓનલાઈન અથવા દેશની કોઈ પણ SBI બ્રાંચ પરથી ભરી શકશે