રાજકોટ, વડોદરામાં 60થી વધુ હેલ્થવર્કરને થઈ કોરોના વેક્સિનની આડઅસર,માથુ દુખવુ અને નબળાઈની ફરિયાદ

Spread the love

રાજકોટ અને વડોદરામાં કોરોના વેક્સિન લીધા બાદ હેલ્થવર્કરને આડઅસર વર્તાઈ રહી છે.

  • રાજકોટમાં કોરોના વેક્સિનની આડઅસર
  • સિવિલ હોસ્પિટલના સ્ટાફને વેક્સિનની આડઅસર 
  • 114 હેલ્થ વર્કરને વેક્સિન આપવામાં આવી હતી 

રાજકોટમાં કોરોના વેક્સિનની આડઅસર જોવા મળી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફને વેક્સિનની આડઅસર વર્તાઈ છે. 114 હેલ્થ વર્કરને વેક્સિન આપવામાં આવી હતી જેમાંથી 50 ટકા જેટલા હેલ્થવર્કરને સામાન્ય આડઅસર જોવા મળી રહી છે. 

શું થઈ છે આડઅસર? 

વેક્સિન લેનાર 50થી વધુ હેલ્થવર્કરને તાવ, માથુ દુઃખવું જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. કોઇ પણ વેક્સિન લેનારને હજુ સુધી ગંભીર અસર જોવા નથી મળી. હાલ આ તમામ લોકોને એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઈમ્યુનાઈઝેશન કમિટીની દેખરેખ હેઠળ રખાયા છે. 

વડોદરામાં પણ આડઅસર, એકની હાલત ગંભીર

વડોદરામાં કોરોના વેક્સિનેશન બાદ આડઅસર જોવા મળી રહી છે. 10 લોકોને તાવ અને ચક્કર આવવા જેવી આડઅસર વર્તાઈ છે. એક આશાવર્કર બહેનને હોસ્પિટલમાં ખસેડાઇ છે. 

અત્યાર સુધી દેશમાં 447 લોકોને સાઇડઇફેક્ટ

  • કોરોના વેક્સિન લીધા બાદ અત્યાર સુધી 447 લોકોને સાઇડઇફેક્ટ
  • સાઇડઇફેક્ટના કારણે 3 લોકો હોસ્પિટલમાં દાખલ
  • આ પહેલા 52 હેલ્થ વર્કર્સને વેક્સિન લીધા બાદ સાઇડઇફેક્ટ આવી હતી
  • કોરોના વેક્સિનેશનના બીજા દિવસે 17 હજાર 72 લોકોને વેક્સિન અપાઇ
  • દેશમાં અત્યાર સુધી કુલ 2 લાખ 24 હજાર 301 લોકોને વેક્સિનના ડોઝ અપાયા
  • સરકારે દરેક સેન્ટર પર એક AEIF કેન્દ્ર બનાવ્યું છે
  • વેક્સિનની સાઇડઇફેક્ટ થાય તો AEIFમાં અપાય છે સારવાર