મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત, ડ્રેગન ફ્રૂટનું નામ બદલી નાખ્યું, રાજ્યમાં હવે આ નામથી ઓળખાશે

Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નમા બદલીને તેનું નવું નામ રાખ્યુ છે. રાજ્યમાં હવે ડ્રેગન ફ્રૂટનું નામકરણ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં આ ફ્રૂટ હવે કમલમ તરીકે ઓળખાશે.

રાજ્યમાં આગામી દિવસોમાં હવે ડ્રેગન ફ્રૂટ કમલમ તરીકે ઓળખાય તે માટે સરાકરે નવા નામની દરખાસ્ત પણ મોકલી છે. જેથી ભવિષ્યમાં આ ફ્રૂટની સત્તાવાર નામ કમલમ તરીકે લેવાય.

કમળ જેવું દેખાતું હોવાના કારણે આ ફ્રૂટને કચ્છના ખેડૂતોએ કમલમ નામ આપ્યુ છે. ત્યારે હવે સરકારે પણ આ નામ માથે મહોર મારી કમલમ નામ રાખવાનું વિચાર્યુ છે. ગુજરાતમાં આ ફ્રૂટની ખેતી મોટા ભાગે કચ્છમાં જોવા મળે છે.

સરકારે ડ્રેગન ફ્રુટનું નામ કમલમ આપતા કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યુ હતુ કે, સરકાર નામકરણ કરવામાં વ્યસ્ત છે, સરકાર પાસે કોઈ મુદ્દો નથી એટલે ફ્રુટના નામકરણ કરી રહી છે. સરકારે ખેડૂતની ચિંતા કરવાની જરૂર છે. રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ સુધરી નથી અને ફ્રુટના નામ બદલવામાં આવી રહ્યા છે.