September 17, 2021

મહિસાગરઃ સરકારી અનાજની દુકાનમાં ગેરરીતિ, બડેસરા ગામની સરકારી અનાજની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા જોવા મળ્યા

Spread the love

મહિસાગર જિલ્લાના બડેસરા સરકાર અનાજની દુકાનમાં ગેરરીતિ સામે આવી છે ખાનપુર તાલુકાના બડેસરા ગામની સરકારી અનાજની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા જોવા મળ્યા છે વધુમાં વાત કરીએ તો ગરીબોને આપવામાં આવતા અનાજમાં પ્લાસ્ટિક ચોખા મળ્યા હોવાનો અને વહેંચણી બાદ ગરીબ લોકોએ આરોપ કર્યો છે અને સરકાર  દ્વારા આપવામાં આવેલ ચોખા પ્લાસ્ટિક હોવાનો આક્ષેપ કર્યો  જો આ ચોખા ગરીબના ખાવામાં ઉપયોગ કરે તો અનેક બિમારીના ભોગ બને તો જવાબદાર કોણ એક સવાલ થઈ રહ્યો છે જને લઈ ગરીબ લોકોએ જિલ્લા પ્રસાશન દ્વારા તપાસની માગ કરાઈ