April 13, 2021

ભારતની જીતથી ઓસ્ટ્રેલિયાને મળ્યો મોટો સબક, કોચ લેંગરે કહ્યું- હવે ક્યારેય ભારતને હળવાશમાં નહીં લઈએ

Spread the love

બ્રિસબેનના ગાબામાં ભારતીય ક્રિકેટ ટીમની યુવા બ્રિગેડે ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડવાની સાથે અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. હકિકતમાં આ ટેસ્ટ શ્રેણી જીતવાથી ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ફરી ટોપ પર પહોંચી ગઈ છે. તો ન્યૂઝીલેન્ડ બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પહોંચી ગયું છે. બ્રિસબેનમાં જીતનો ફાયદો ભારતને ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ થયો છે. ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝલેન્ડ પછી બીજા નંબર પહોંચી ગઈ છે, તો ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજા સ્થાને ધકેલી દીધું છે અને 118 પોઈન્ટની સાથે બીજા સ્થાને મજબૂતી સાથે કદમ જમાવી દિધા છે.

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અવ્વલ થઈ ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ગાબામાં સાત મેચ રમી છે અને પહેલી વખત જીત પ્રાપ્ત કરી છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંક પહોંચી ગઈ છે. પોઈન્ટ ટેબલ મુજબ, ટીમ ઈન્ડિયાના કુલ 430 પોઈન્ટ થઈ ગયા છે. તો ટીમની વિનિંગ પર્સન્ટેજ 71.1 ટકા છે, જે સૌથી વધુ છે. ભારતે અત્યાર સુધીમાં પાંચ સીરીઝ અંતર્ગત કુલ 13 મેચ રમી છે જેમાંથી 9માં જીત હાંસલ કરી છે. ભારતીય ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કે એક મેચ ડ્રો રહી છે. ગાબામાં હાર મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા આ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને ધકેલાય ગયું છે.

ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે હવે ભારતે શું કરવું પડશે?

  • ટેસ્ટ ચેમ્પિયનશિપની આ જીતની સાથે જ ભારતના 71.67 પર્સેન્ટેજ પોઈન્ટ્સ (PCT) થઈ ગયા છે. આ સાથે જ ભારત ટોપ પર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડ 70 PCTની સાથે બીજા નંબરે જ્યારે અત્યાર સુધી ટોપ પર બની રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 69.2 PCTની સાથે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.
  • ન્યૂઝીલેન્ડથી ઉપરની પોઝિશન બનાવી રાખવા માટે ભારતે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ થનારી સીરીઝમાં 80 પોઈન્ટ્સની જરૂર છે. એટલે કે જો ભારત ઈંગ્લેન્ડ સામે ચાર મેચની સીરીઝ 2-0થી જીતી જાય તો ન્યૂઝીલેન્ડથી આગળ રહેવામાં સફળ રહિશું તેમજ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પણ પહોંચી જશે.
  • જો સીરીઝ 3-1 જીતશે તો ભારતને 90 પોઈન્ટ મળશે. આ સ્થિતિમાં ભારત ન્યૂઝીલેન્ડની ઉપર તો રહેશે અને સહેલાયથી ફાઈનલમાં પહોંચી જશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું પોઈન્ટ ટેબલ

રેન્કટીમપોઈન્ટ્સસીરીઝ રમ્યાગેમજીતહારડ્રો
1ભારત430513931
2ન્યૂઝીલેન્ડ420511740
3ઓસ્ટ્રેલિયા332414842
4ઈંગ્લેન્ડ3525*16943
5સાઉથ આફ્રિકા14439360
6પાકિસ્તાન1664.510253
7શ્રીલંકા804*7151
8વેસ્ટ ઈન્ડિઝ4037160
9બાંગ્લાદેશ01.53030

ટેસ્ટ રેન્કિંગમાં પણ ભારતીય ટીમનો દબદબો
ગાબામાં જીતની સાથે ટેસ્ટ રેન્કિંગમાં પણ ભારતીય ટીમનો દબદબો વધ્યો છે. 118 પોઈન્ટની સાથે હવે ટીમ ઈન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ટેસ્ટ રેન્કિંગના પ્રથમ સ્થાને ન્યૂઝીલેન્ડ છે જેમના પણ 118 પોઈન્ટ છે. પરંતુ માત્ર 27 મેચ ખેલવાને કારણે તે ભારતથી આગળ છે. ગાબામાં હાર બાદ ઓસ્ટ્રેલિયા 113 રેટિંગ પોઈન્ટની સાથે ત્રીજા સાથે પહોંચ્યું છે. જો કે ઈંગ્લેન્ડ વિરૂદ્ધની સીરીઝ જો ભારત જીતે છે તો ICC રેન્કિંગમાં ભારત નંબર વન બની જશે. તે પછી ભલે જ ટીમ ઈન્ડિયા 1-0થી કે 2-1 કે પછી 2-0થી જીત મેળવે.