September 17, 2021

પાટણ: સિદ્ધપુરની ખડિયાસણ નદીમાં પાણીના પ્રવાહમાં બાઈક તણાઈ એવું તો યુવક એવું શું કર્યું કે બાઈક તણાઈ

Spread the love

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક ચાલક ફસાયાનો વિડીયો સામે આવ્યો વિડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકો છો બે બાઈક પાણીના પ્રવાહમાં તણાઈ જતા નજરે પડે છે. યુવકે બાઈકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખરે યુવકે પાણીના ઘસમસતા પ્રવાહમાં બાઈકને છોડી પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. ઘસમસતા પાણીના પ્રવાહમાં યુવક જીવના જોખમે મોટરસાયકલને બચાવવાનો વિડીયો સામે આવ્યો હતો.

સિધ્ધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં નવા નીર આવ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડીયાસણ પર આવેલ બેઠા પુલ પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા.