ધોળકા ના મામલતદાર acb ની ટ્રેપ માં, 25 લાખ ની લાંચ લેતા ઝડપાયા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ

Spread the love

ગુજરાત રાજ્યના ધોળકામાંથી સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. ધોળકા મામતલદાર જમીનમાં નામ દાખલ કરવા અંગે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ACBને આ અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે ACBએ રેડ પાડી હતી અને મામલતદારને રંગે હાથો ઝડપી લીધા હતા.

રૂ.25 લાખની લાંચ લેતા મામલતદાર ઝડપાયા

  • રૂ.25 લાખની લાંચ લેતા મામલતદાર ઝડપાયા
  • ધોળકાનાં મામલતદાર લાંચ લેતા ઝડપાયા
  • ACBએ મામલતદાર ડામોરને રંગેહાથે ઝબ્બે કર્યા
  • મામલતદાર ની સાથે વચ્ચે અન્ય એક વ્યક્તિ પણ સકંજામાં
  • ACBએ ગત રાત્રે કરી કાર્યવાહી
  • જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ

ACBએમોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એસીબીએ કરેલી ટ્રેપમાં 20 લાખ રૂપિયા મામલતદારની ઓફિસમાંથી મળ્યા છે..જ્યારે પાંચ લાખ વચેટીયા પાસેથી કબ્જે કરવામાં આવ્યા છે.