દૂધ સાગર ડેરી ચૂંટણીમાં મતદાન પૂર્ણ: અધધધ 99.11% મતદાન, 10 ઉમેદવારોએ ન કર્યું વોટિંગ

Spread the love

5,800 કરોડનું ટર્ન ઓવર ધરાવતી મહેસાણાની દૂધસાગર ડેરીની મતગણતરી પ્રક્રિયા ચાલુ છે. આ મતગણતરી 3 કલાકથી વધુ સમય સુધી ચાલી શકે છે. 15 બેઠક પર 41 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. આ ચૂંટણીમાં 1129માંથી 1119 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં 99.11 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં કુલ 10 જેટલા મતદારોએ મતદાન કર્યું નથી. વિપુલ ચૌધરીએ મતદાન નથી કર્યુ. 2 મતવાળી 4 મંડળીનુ છેલ્લે કાઉન્ટિંગ થશે. ત્યારે એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે.

  • મહેસાણા દૂધસાગર ડેરી મતગણતરી શરૂ
  • 3 કલાક જેટલું મતગણતરી ચાલશેઃ સી.સી.પટેલ
  • ખેરાલુ, માણસા, વિજાપુર, વિસનગર છેલ્લે ગણતરી થશે

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની ડેરી બચાવો પેનલ અને અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વચ્ચે જંગ છે. આ બન્ને પક્ષના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે. ત્યારે હવે મહેસાણા દૂધસાગર ડેરી મતગણતરી શરૂ થઇ ચૂકી છે ત્યારે ચૂંટણી અધિકારી સી.સી. પટેલે નિવેદન આપ્યું છે. સી.સી.પટેલે કહ્યું કે, 3 કલાક જેટલું મતગણતરી ચાલશે. 1119 કુલ મતદાન કરવામાં આવ્યું છે. સિંગલ મતોની ગણતરી પહેલાં કરાશે. વિપુલ ચૌધરીએ મતદાન કર્યુ નથી. 2 મતવાળી 4 મંડળીનુ છેલ્લે કાઉન્ટીગ થશે. ખેરાલુ, માણસા, વિજાપુર, વિસનગર છેલ્લે ગણતરી થશે.

ત્યારે હવે વિપુલ ચૌધરી જૂથને મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે અશોક ચૌધરી જૂથે 4માંથી 3 બેઠકો પર વિજેતા જાહેર થયા છે.

ચૂંટણી પરિણામ અપડેટઃ કઇ બેઠક પર કોણ જીત્યું?

  1. કડી બેઠક પર પરિવર્તન પેનલની જીત – જશીબેન દેસાઇ જીત્યા
  2. કલોલ/ગોજરીયા બેઠક પર બન્ને ઉમેદવારોની ટાઇ થઇ
  3. ચાણસ્મા-બેચરાજી બેઠક પર પરિવર્તન પેનલની જીત – અમરત દેસાઇ જીત્યા
  4. પાટણ-વાગદોડ બેઠક પર પરિવર્તન પેનલની જીત – રમેશ ભાઇ રબારી જીત્યા

દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિવાદનો મામલે હાઇકોર્ટમાં થઇ અર્જન્ટચાર્જની સુનાવણી 

વિપુલ ચૌધરીના ઉમેદવાર પદની લાયકાત મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી. ગેરલાયકાત ધરાવતી મંડળીના ઉમેદવારી પર સરકારે વિરોધ નોંધાવ્યો છે. જોડીયા મંડળીને ‘ક’ વર્ગમાં સમાવાતા વિપુલ ચૌધરી ભાગ લઈ શકે તેવી સ્થિતિ છે. HCએ આપેલી વચગાળાની રાહતને લઈ વિપુલ ચૌધરીએ ભાગ લીધો હતો. HCના સિંગલ જજના હુકમ સામે સરકારે 2 જજની બેન્ચમાં અપીલ કરી.

દૂધ સાગરનું પરિણામ કેમ મહત્વનું?

દૂધ સાગર ડેરીનું નામ ગુજરાત જ નહીં પણ વિશ્વભરમાં જાણિતું છે. એક સમયે એશિયા ખંડની સૌથી મોટી ડેરી હોવાનું બિરુદ હતું. વિપુલ ચૌધરીના પિતા માનસિંહ પટેલે ડેરીની સ્થાપના કરી હતી. માનસિંહ ચૌધરી ડેરીના પહેલા ચેરમેન હતા. માનસિંહ ચૌધરી બાદ મોતીભાઈ ચૌધરી ચેરમેન બન્યા. મોતીભાઈના શાસનમાં દૂધ સાગર ડેરીએ ખુબ પ્રગતિ કરી હતી. દૂધ સાગર ડેરીથી મહેસાણા જિલ્લામાં સ્વેતક્રાંતિ આવી હતી. આજે વાર્ષિક 5800 કરોડનું ડેરીનું ટર્નઓવર છે. વર્ષોથી દૂધ સાગર ડેરી પર વિપુલ ચૌધરીનો દબદબો રહ્યો છે. દૂધસાગર ડેરી રાજ્યની ત્રણ લોકસભા બેઠકને આવરી લે છે. દૂધસાગર ડેરી 14 વિધાનસભા બેઠકોને આવરી લે છે. ડેરી સાથે 6 લાખ 50 હજાર પશુપાલકો અને 1129 મંડળીઓ છે. ડાયેલી દૂધ સાગર ડેરીની અનેક પ્રોડક્ટો જેની વિશ્વ લેવલે મોટી માગ છે. સાગર ઘી, સાગર દાણની વિશ્વ લેવલે મોટી માગ છે. દૂધ સાગરના કર્મચારીઓ સહયોગ નામથી મોટી મંડળી ચલાવે છે. સહયોગ મીઠાઈ અને ફરસાણની વસ્તુઓ જાણિતું નામ માટે છે.

દૂધ સાગરના સુકાની અશોક ચૌધરી કોણ છે?

અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે. 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે. ત્રણ બાળકોના કાયદામાં પાલિકા પ્રમુખ પદેથી સસ્પેન્ડ થયા હતા. મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી. મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલ સભ્ય છે. દૂધ સાગર ડેરીમાં ગત ટર્મમાં ડિરેક્ટર હતા. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે. શાંત અને નિખાલસ સ્વભાવના અશોક ચૌધરીનું સમાજમાં સારુ વર્ચસ્વ છે.