September 17, 2021

જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ

Spread the love

જમાલપુરના જગન્નાથ મંદિરે મહોત્સવ, Dy.સીએમ, ગૃહમંત્રી અને મંદિરના મહંતે સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું

 

કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રા યોજાશે કે કેમ તેને લઈ સરકાર કોઈ નિર્ણય લેવાયો નથી જ્યારે રથયાત્રા પહેલા આજ રોજ જળયાત્રા મહોત્સવ યોજાઈ રહ્યો છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરમાં જળયાત્રા મહોત્સવની શરૂઆત થઈ ચુકી છે જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભુદરના પાસે પહોંચી છે જ્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ ગઈ છે પાંચ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે તેનાથી ભગવાનનો જળાભિષેક કરાશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ  જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. મંદિરની પૂજામાં  AMCનાં ભાજપનાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા સહિતના એકપણ સત્તાધીશો પૂજામાં હાજરી આપી નથી

મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષક કરવામાં આવતો હોય છે અને પૂનમના દિવસે 108 કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. બાદમાં ભગવાનનો અભિષેક કરી ભગવાન ગજવેશ ધારણ કરે છે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહ્યા છે જેમાં માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા.