September 17, 2021

ગુજરાતમાં કોરોનાનો સતત ઘટાડો, એક દિવસમાં 135 નવા કેસ, રાજ્યમાં રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો

Spread the love

ગુજરાતમાં સતત ઘટતા કોરોનાના કેસ
છેલ્લા 24 કલાકમાં 135 નવા કોરોના કેસ
એક દિવસમાં 612 દર્દીઓ કોરોનાને આપી મ્હાત

ગુજરાત સહિત આખો દેશ કોરોના મહામારીની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના ઘટતા કેસના કારણે પ્રજા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ નોંધાયા છે જ્યારે 612 દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજ્યનો રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે. વધુમાં વાત કરીએ તો આજરોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં કોરોના વાયરસના સતત ઘટતા કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 5159 પર પહોંચી છે જ્યારે તેમાંથી 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 10,037 પર પહોંચ્યો