April 13, 2021

કોંગ્રેસે રસીની કિંમત ઉપર ઉઠાવ્યા સવાલો,

Spread the love

દેશભરમાં કોરોના વાયરસ સામે સૌથી મોટા અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસે કોરોના વાયરસની રસી મુદ્દે ફરીથી મોટા સવાલો ઊભા કર્યા છે.

  • દેશમાં કોરોના વાયરસની રસીના ડોઝ આપવાની શરૂઆત 
  • કોંગ્રેસે કોરોના વાયરસની રસીની નિકાસ મુદ્દે ઉઠાવ્યા સવાલ 
  • દેશમાં બધા માટે હજુ વેક્સિન પર્યાપ્ત નથી તો બીજા દેશોને કેમ આપી : કોંગ્રેસ 

વેક્સિનના નિકાસને મંજૂરી કઈ રીતે આપી શકાય? : કોંગ્રેસ 

કોરોના વાયરસની રસી મુદ્દે દેશમાં હજુ પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. હવે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પણ કોરોના વાયરસની રસી વિદેશમાં આપવા મુદ્દે સવાલો ઊભા કર્યા છે. બ્રાઝિલને રસીના વીસ લાખ ડોઝ આપવા પર સરકાર સામે સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે હજુ સુધી ભારતની જનતાને કોરોના વાયરસની રસી મળી નથી અને તેની નિકાસ કરવામાં આવી રહી છે. સુરજેવાલાએ કહ્યું કે સવાલ એ છે કે ભારતની પૂરી વસ્તીને કોરોના વાયરસની રસીના ડોઝ આપવામાં આવે તે પહેલા જ વેક્સિનના નિકાસને મંજૂરી કઈ રીતે આપી શકાય? સરકારે બધા માટે કોરોના વાયરસ વેક્સિન એવી નીતિ બનાવવી જોઈએ. 

બ્રાઝિલે પત્ર લખીને માંગી હતી વેક્સિન

નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની મંજૂરી આપી દીધા બાદ ઘણા બધા દેશોની નજર ભારત પર છે અને ઘણા બધા રાષ્ટ્રપ્રમુખોએ ભારતને રસીકરણ શરૂ થવા પર શુભકામનાઓ પણ પાઠવી છે ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો અને 20 લાખ ડોઝની માંગ કરી હતી. જે બાદ ભારત સરકારે પણ રસી આપવા માટે મંજૂરી આપી દીધી. જે બાદ હવે કોંગ્રેસ આ મુદ્દા પર સવાલો ઊભા કરી રહી છે. 

કેટલા લોકોને મફત મળશે વેક્સિન? : કોંગ્રેસ 

કોંગ્રેસે કહ્યું કે ભારત કઈં ચાર-છ વર્ષોમાં આત્મનિર્ભર નથી બન્યા. આઝાદીના 73 વર્ષ આત્મનિર્ભરતા પાછળ લાગ્યા છે અને આજે આટલા વર્ષની મહેનતનું પરિણામ છે કે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

કોંગ્રેસે સાથોસાથ કોરોના વાયરસની રસીની કિંમત વિશે પણ સવાલો ઊભા કર્યા. કોંગ્રેસે કહ્યું કે મફત કોરોના વાયરસની રસી કોને મળશે? કેટલા લોકોને કોરોના વાયરસની રસી મફત આપવામાં આવશે? જનતાને કોરોના વાયરસની મફત રસી ક્યાંથી મળશે? આ સવાલોના જવાબ સરકારે આપવા જોઈએ. 

સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર દાવો કરી રહી છે કે પહેલા રાઉન્ડમાં કોરોના વાયરસની રસી ત્રણ કરોડ લોકોને આપવામાં આવશે. પીએમ મોદીએ જવાબ આપવાથી બચી રહ્યા છે કે ભારતમાં બાકીની વસ્તી એટલે કે 135 કરોડ લોકોને કોરોના વાયરસની રસી કઈ રીતે મળશે અને શું તે મફત હશે?