September 17, 2021

આજે ખેડૂતો નક્કી કરશે નવી રણનીતિ, બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવા પર મૂકાશે ભાર

Spread the love
  • ખેડૂત આંદોલનમાં નક્કી કરાશે નવી રણનીતિ
  • બેઠકમાં લેવાઈ શકે છે અનેક મોટા નિર્ણયો
  • કૃષિ કાયદાને રદ્દ કરવા માટે ચાલી રહ્યું છે આંદોલન 

કૃષિ કાયદાને રદ્દ કરવા માટે ચાલી રહેલા ખેડૂત આંદોલનની નવી રણનીતિ આજે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં નક્કી કરાશે. તેમાં મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. જેનાથી કેન્દ્ર સરકાર પર દબાણ વધારી શકાશે. આ સાથે બોર્ડર પર શનિવારે આંદોલનકારી ખેડૂતોએ શહીદ ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ અને સંત ગુરુ રવિદાસની જયંતિ પણ મનાવી. જિંદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપ્રકાશે કહ્યું કે કિસાન આંદોલનની દિશા યોગ્ય છે. સરકારે ખેડૂતોની માંગ માનવી પડશે. 

પંજાબના 5 હજાર ખેડૂતો દિલ્હી ધરણા માટે રવાના થશે

પંજાબમાં ખેડૂત મજદૂર સંઘર્ષ કમિટીના આહ્વાન પર 5 માર્ચના રોજ હજારો ખેડૂતો દિલ્હી માટે રવાના થશે. જલાલાબાદમાં સંયુક્ત કિસાન મોર્ચાએ ખેડૂત કાયદાની વિરોધમાં પ્રદર્શન કર્યું. અબોહમાં ભાજપના નેતાઓના ગામમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવવાનો ગ્રામીણઓએ નિર્ણય લીધો છે. ગ્રામીણોનું કહેવું છે કે ભાજપ નેતા તેમના ગામમાં વોટ માંગવા ન આવે. કોઈ ભાડપ નેતા ગામમાં વોટ માંગવા આવશે તો તેમનો વિરોધ કરાશે. 

પંજાબથી 2 રેલગાડીથી સેંકડો ખેડૂતો ટિકરી બોર્ડર પહોચ્યા

ખેડૂતોના સમર્થનમાં સોનીપતમાં બડવાસનીથી ગોહાના સુધી ટ્રેક્ટર માર્ચ નીકળી છે. ખેડૂતોએ સોનીપત- ગોહાના નેશનલ હાઈવે પર ધરણા કર્યા છે. ઝજ્જરની આસપાસના ગામથી ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર થઈને ઝાંસા અને ટીકરી બોર્ડર પર આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા છે. જ્યાં પંજાબથી 2 રેલગાડીથી સેંકડો કિસાન ટિકરી બોર્ડર પહોંચ્યા છે.

કૃષિ કાયદાને માટે વિકલ્પ છે, બાધ્યતા નહીં-શિક્ષામંત્રી

શિક્ષામંત્રી કંવરપાલ ગુર્જરે કહ્યું કે કૃષિ કાયદાના માધ્યમથી સરકારે ખેડૂતોને મંડીની સાથે સાથે અન્ય જગ્યાએ પોતાની ફસલ વેચવાના વિકલ્પ આપ્યા છે. કૃષિ કાયદાને માટે વિકલ્પ છે, બાધ્યતા નથી.