April 13, 2021

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં મોટી તબાહી, અનેક લોકો તણાયાની આશંકા

Spread the love

રાજ્યના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં મોટી તબાહી સર્જાઈ છે. જિલ્લાના રેણી ગામ પાસે ગ્લેશિયર તૂટ્યું હતું. પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં અનેક સ્થાનિક ગામોના ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે. ગ્લેશિયર ધોલી નદીના કિનારે વહી રહ્યું છે.

આ દુર્ઘટના અંગે રાજ્યના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નિવેદન આવી ગયું છે. તેમણે કહ્યું કે ટચમોલી જિલ્લામાં એક દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગે ઘટતુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અફવાહો પર પણ લોકોને ધ્યાન ન આપવા કહેવામાં આવ્યું છે. સરકાર જરૂરી તમામ પગલાઓ લઈ રહી છે.

ધોલીગંગા નદીમાં પૂર આવ્યું છે. જેને લઇ નદીની આસપાસના ગામોને ખાલી કરાવામાં આવ્યા છે. હાલ ચમોલી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તબાહીમાં કેટલું નુકસાન થયું તે અંગે હજુ અંદાજો નથી લગાવાયો. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર રાવતે ટ્વીટ કરી કહ્યું કે અફવા પર ધ્યાન ન આપો. તંત્ર રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યું છે. ITBPના 100થી વધુ જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશનમાં છે. 

ઉત્તરાખંડના ડીજીપીએ કહ્યું કે ઋષિ ગંગા પ્રોજેક્ટને મોટું નુકસાન થયું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. કેટલાક મજૂરો તણાયા હોવાની માહિતી છે. હાલ રેસ્ક્યૂનું કામ ચાલું છે. ઉત્તરાખંડના 4 જિલ્લામાં અલર્ટ જારી કરી દેવાયું છે. તો SDRFના ડીઆઇજીએ કહ્યું કે અને 50થી 75 લોકો ગૂમ છે.