અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, આ કારણે 20થી 25 ગાડીઓ એક સાથે અથડાઈ

Spread the love
  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત
  • ધુમ્મસના કારણે એકસાથે 20 થી 25 કારને થયો અકસ્માત
  • ગાઢ ધુમ્મસને કારણે અફરા તફરી

એક પાછળ એક કાર અથડાઈ

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે ઉપર અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. ગાઢ ધુમ્મસને કારણે એક સાથે 20થી 25 ગાડીઓના અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી વડોદરા જતી ગાડીઓ એક પછી એક અથડાઈ છે. 

બે દાયકા બાદ આટલુ ગાઢ ધુમ્મસ

વડોદરાના ડેસમાં ગાઢ ધુમ્મસ છવાયું છે જેને લીધે માર્ગ પર સામસામે દેખાતું ન હોવાથી વાહનવ્યવહાર થંભી ગયો છે. ડેસરથી કપડવંજ, કડી, ઊંઝા જતા લોકોએ મુસાફરી રદ કરવી પડી છે. ડેસરમાં દાયકાઓ બાદ આટલી હદે ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. 

ઓવર ટેકીંગ લેન પર ચાલતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો

અમદાવાદથી 15 કિ.મીના અંતરે આ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે અકસ્માતનો બનાવ બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી નહીવત હોવાથી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વડોદરા તરફ આવતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.